પરંપરાગત સાહિત્ય & આરતી
ગરબા, આરતી & સ્તુતિ લિરિક્સ (Lyrics Library)
જય આદ્યાશક્તિ આરતી, વિશ્વંભરી સ્તુતિ અને પૌરાણિક ગરબાના સંપૂર્ણ શુદ્ધ શબ્દો.
ૐ જય આદ્યાશક્તિ આરતી (Jay Adhya Shakti Aarti)
શ્રેણી: AARTI · શૈલી: પરંપરાગત શિવાનંદ સ્વામી (ઈ.સ. ૧૫૩૫)જય આદ્યાશક્તિ, મા જય આદ્યાશક્તિ,
અખંડ બ્રહ્માંડ દિપાવ્યા, પડવે પ્રગટ્યાં મા... ઓમ જયો જયો મા જગદંબે.
દ્વિતીયા બેય સ્વરૂપ, શિવશક્તિ જાણું,
બ્રહ્મા ગણપતિ ગાયે, હર ગાયે હર મા... ઓમ જયો જયો મા જગદંબે.
તૃતીયા ત્રણ સ્વરૂપ, ત્રિભુવનમાં બેઠાં,
ત્રયા થકી તરવેણી, તું તરવેણી મા... ઓમ જયો જયો મા જગદંબે.
ચોથે ચતુરા મહાલક્ષ્મી મા, સચરાચર વ્યાપ્યાં,
ચાર ભુજા ચૌ દિશા, પ્રગટ્યાં દક્ષિણમાં... ઓમ જયો જયો મા જગદંબે.
પંચમી પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા,
પંચ તત્ત્વ ત્યાં સોહીએ, પંચે તત્ત્વોમાં... ઓમ જયો જયો મા જગદંબે.
ષષ્ઠી તું નારાયણી, મહિષાસુર માર્યો,
નર નારીના રૂપે, વ્યાપ્યાં સઘળે મા... ઓમ જયો જયો મા જગદંબે.
સપ્તમી સપ્ત પાતાળ, સંધ્યા સાવિત્રી,
ગૌ ગંગા ગાયત્રી, ગૌરી ગીતા મા... ઓમ જયો જયો મા જગદંબે.
અષ્ટમી અષ્ટ ભુજા, આઈ આનંદા,
સુર નર મુનિવર જનમ્યા, દેવ દૈત્યોમાં... ઓમ જયો જયો મા જગદંબે.
નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા,
નવરાત્રિના પૂજન, શિવરાત્રિના અર્ચન, કીધાં હર બ્રહ્મા... ઓમ જયો જયો મા જગદંબે.
દશમી દશ અવતાર, જય વિજયાદશમી,
રામે રામ રમાડ્યા, રાવણ રોળ્યો મા... ઓમ જયો જયો મા જગદંબે.
એકાદશી અગિયારસ, કાત્યાયની કામા,
કામદુર્ગા કાળિકા, શ્યામા ને રામા... ઓમ જયો જયો મા જગદંબે.
બારસે બાળ રૂપ, બહુચરી અંબા મા,
બટુક ભૈરવ સોહીએ, કાળ ભૈરવ સોહીએ, તારા છે તુજ મા... ઓમ જયો જયો મા જગદંબે.
તેરસે તુળજા રૂપ, તું તારુણી માતા,
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ, ગુણ તારા ગાતા... ઓમ જયો જયો મા જગદંબે.
ચૌદશે ચૌદ રૂપ, ચંડી ચામુંડા,
ભાવ ભક્તિ કાંઈ આપો, ચતુરાઈ કાંઈ આપો, સિંહવાહિની માતા... ઓમ જયો જયો મા જગદંબે.
પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા,
વશિષ્ઠ દેવે વખાણ્યા, માર્કંડ મુનિએ વખાણ્યા, ગાઈ શુભ કવિતા... ઓમ જયો જયો મા જગદંબે.
સંવત સોળ સત્તાવન, સોળસે બાવીસમાં,
સંવત સોળે પ્રગટ્યાં, રેવાને તીરે... મા ગંગાને તીરે... ઓમ જયો જયો મા જગદંબે.
ત્રંબાવટી નગરી, આઈ રૂપાવાટી, મા મંછાવાટી,
સોળ સહસ્ત્ર ત્યાં સોહીએ, ક્ષમા કરો ગૌરી... મા દયા કરો ગૌરી... ઓમ જયો જયો મા જગદંબે.
શિવશક્તિની આરતી જે કોઈ ગાશે,
ભણે શિવાનંદ સ્વામી, સુખ સંપત્તિ થાશે... હર કૈલાસે જાશે... મા અંબા દુઃખ હરશે... ઓમ જયો જયો મા જગદંબે.
AI ગરબા રચયિતા (Custom Garba AI)
તમારી સોસાયટી કે પરિવાર માટે નવો ગરબો બનાવો
ફક્ત તમારા મંડળ/સોસાયટીનું નામ અને ગરબાની શૈલી પસંદ કરો — AI તાલબદ્ધ દોહા અને કડીઓ રચી આપશે.
નવરાત્રી સ્પેશિયલ અન્ય ટૂલ્સ (Explore More)
નવરાત્રી ૨૦૨૬ માટે જરૂરી તમામ ફીચર્સ એક જ જગ્યાએ
AI ગરબા DP મેકર
તમારા ફોટાને કેડિયું અને ચણિયાચોળી ગરબા લુકમાં ફેરવો.
બનાવો DP
૯ દિવસના રંગો & તિથિ
નવદુર્ગા પૂજા, નૈવેદ્ય પ્રસાદ અને ડ્રેસિંગ કલર કોડ ૨૦૨૬.
જોવો કલર કોડ
ફરાળી સ્ટેમિના ડાયેટ
થાક વગર રમવા માટે પૌષ્ટિક ફરાળી આહાર શિડ્યુલ અને ડ્રિંક્સ.
જુઓ ડાયેટ પ્લાન
આમંત્રણ & સ્ટેટસ કાર્ડ
ગરબા માટે વ્હોટ્સએપ આમંત્રણ પત્રિકા અને સ્ટેટસ વિશિશ બનાવો.
બનાવો કાર્ડ