In this article
Perplexity Computer: AI ની દુનિયામાં એક નવો ક્રાંતિકારી બદલાવ
આજના સમયમાં AI મોડેલ્સ ખૂબ જ સ્માર્ટ બની ગયા છે. પરંતુ જેટલા નવા મોડેલ્સ આવે છે, તેટલા તે અલગ-અલગ કામો માટે સ્પેશિયાલાઇઝ્ડ બની રહ્યા છે. આ બધાની શક્તિને એક જ જગ્યાએ ભેગી કરવા માટે Perplexity એ એક નવી સિસ્ટમ રજૂ કરી છે — Perplexity Computer.
૧. Perplexity Computer શું છે?
Perplexity Computer એ એક સામાન્ય ડિજિટલ વર્કર (Digital Worker) છે. અત્યાર સુધી આપણે સામાન્ય રીતે AI નો ઉપયોગ ચેટ કરવા કે માત્ર જવાબો મેળવવા માટે કરતા હતા. પરંતુ, આ નવું AI માત્ર જવાબો નથી આપતું, તે તમારા વતી આખું કામ જાતે પૂર્ણ કરી શકે છે. તે કલાકો કે મહિનાઓ સુધી સતત ચાલીને તમારા જટિલ કામોને પૂરા કરી શકે છે.
૨. તે કેવી રીતે કામ કરે છે?
તે બિલકુલ એક માણસની જેમ જ સોફ્ટવેરની આપ-લે અને ઉપયોગ કરે છે. તે વિચારે છે, કામની વહેંચણી કરે છે, રિસર્ચ કરે છે, કોઈ વસ્તુ બનાવે છે, અને જરૂર પડે તો જાતે કોડિંગ પણ કરે છે.
તમારે માત્ર તેને જણાવવાનું છે કે તમારે શું કામ કરવું છે:
- કામની વહેંચણી: તે તમારા મોટા કામને નાના હિસ્સામાં વહેંચી દેશે અને જરૂરિયાત મુજબ નવા 'સબ-એજન્ટ્સ' (Sub-agents) બનાવશે.
- ઓટોમેટિક કામ: કોઈ એજન્ટ ઇન્ટરનેટ પરથી માહિતી રિસર્ચ કરશે, બીજો ડેટા પ્રોસેસ કરશે અને ત્રીજો તેમાંથી ડોક્યુમેન્ટ તૈયાર કરશે.
- આ બધું આપમેળે અને એકસાથે (Parallel) થાય છે. આથી તમે તમારું બીજું કામ પર ધ્યાન આપી શકો છો.
જો તેને રસ્તામાં કોઈ મુશ્કેલી નડે, તો તે સમસ્યા ઉકેલવા માટે જાતે જ નવો એજન્ટ બનાવી લે છે અને API keys ગોતીને કામ પૂરું કરે છે.
૩. "મલ્ટી-મોડેલ ઓર્કેસ્ટ્રેશન" (અલગ-અલગ AI નો એકસાથે ઉપયોગ)
આધુનિક AI મોડેલ્સમાં દરેક પાસે કોઈ એક ખાસ આવડત હોય છે. Perplexity Computer આ બધાને એકસાથે જોડીને શક્તિશાળી વર્કફ્લો બનાવે છે:
- Opus 4.6: આ તેનો મુખ્ય મગજ (Reasoning Engine) છે જે વિચારવાનું કામ કરે છે.
- Gemini: ઊંડાણપૂર્વક રિસર્ચ અને નવા એજન્ટ્સ બનાવવા માટે.
- Nano Banana: ઇમેજ (ચિત્રો) બનાવવા માટે.
- Veo 3.1: વિડિયોને લગતા કામો માટે.
- Grok: ઝડપી અને હળવા કામો કરવા માટે.
- ChatGPT 5.2: મોટી માહિતી યાદ રાખવા અને વ્યાપક સર્ચ માટે.
આ રીતે, જે કામ માટે જે AI સૌથી બેસ્ટ છે, તેનો ઉપયોગ અહીં થાય છે. અને ભવિષ્યમાં જો કોઈ નવું અને વધુ સારું મોડેલ આવશે, તો તે મોડેલને પણ તમે સિલેક્ટ કરી શકો છો.
૪. "કમ્પ્યુટર" શબ્દનો અસલી અર્થ
૧૭૫૭ માં, એડમંડ હેલીની ધૂમકેતુ (Comet) ની આગાહીને ચોક્કસ બનાવવા માટે બે "કમ્પ્યુટર્સ" (તે સમયે ગણતરી કરવા માટે નિમાયેલા લોકો માટેનો શબ્દ) ની નિમણૂક કરવામાં આવી હતી. તેમણે દિવસ-રાત કામ વહેંચીને ગણતરીઓ કરીને સફળતા મેળવી હતી.
આજે, સ્પષ્ટ છે કે "કમ્પ્યુટર" નો અર્થ હંમેશા એ જ રહ્યો છે: જટિલ અને અઘરા કામોને વહેંચીને ચોકસાઈથી આપમેળે પૂરા કરવા. વિશ્વના શ્રેષ્ઠ AI પાસે અત્યાર સુધી લાંબા સમયના કામોને અને અલગ-અલગ ટૂલ્સને મેનેજ કરવાની સિસ્ટમ ન હતી. Perplexity Computer સાથે હવે તે શક્ય બન્યું છે.
તેનો ઉપયોગ કોણ કરી શકશે? હાલમાં Perplexity Computer, Perplexity Max ના યુઝર્સ માટે ઉપલબ્ધ છે અને ટૂંક સમયમાં તેને Enterprise યુઝર્સ માટે પણ ખુલ્લું મુકાશે.
તમને શું લાગે છે? AI હવે માત્ર વાત કરવાને બદલે આપણા ડિજિટલ કર્મચારી કે આસિસ્ટન્ટ જેવું કામ કરશે, તો શું તેનાથી ભવિષ્યમાં નોકરીઓ કરવાની રીત સંપૂર્ણપણે બદલાઈ જશે? તમારા વિચારો નીચે જરૂર જણાવો.
વધુ આવી રોચક અને ટેકનિકલ માહિતી માટે AIGujarati.in સાથે જોડાયેલા રહો.